gujarati news

સુરત પર મુસીબત ના અંધારા:સુરતમાંથી પસાર થતી પાંચમાંથી ત્રણ ખાડીએ ભયજનક સપાટી વટાવી

 

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીમાંથી ત્રણ ખાડીએ ભયજનક  સપાટી વટાવી ચુકી છે જ્યારે એક ખાડી છલોછલ થઈ ગઈ છે.

ખાડીઓ ઓવર ફ્લો થતાં સુરતના ખાડી કિનારાના વિસ્તારમાં મીની પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાડીમાં સતત સપાટીમાં વધારો થતાં મ્યુનિ. તંત્રએ સ્થળાંતરની તૈયારી કરી દેવા સાથે ફુડ પેકેટનું વિતરણ શરૂ કરી દીધું છે. જિલ્લામાં હજી પણ વરસાદનું જોર રહેતું હોવાથી મ્યુનિ. તંત્ર સતત ખાડીની સપાટી પર નજર રાખી રહી છે.

સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી સુરતમાંખાડી પુરની ભીતી જોવા મળી છે. આજે સવારે નવ વાગ્યા સુધીમાં સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીમાંથી ત્રણ ખાડીએ તો ભયજનક સપાટી વટાવી જતાં ખાડીના પાણી રસ્તા પર અને ઝુંપડામાં ઘુસી ગયાં છે.

જિલ્લામાંથી આવતી અને સુરતમાંથી પસાર થતી કાંકરાખાડી, ભેદવાદ ખાડી, મીઠી ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે જ્યારે સિમાડા ખાડી ભય જનક સપાટીએ જ વહી રહી છે. એક માત્ર ભાઠેના ખાડી ભયજનક સપાટીથી 0.70 મીટર નીચે વહી રહી છે.

ત્રણ ખાડીએ ભયજનક સપાટી વટાવી જતાં અનેક વિસ્તારમાં ખાડીના પાણીનો ભરાવો થતાં મીની ખાડી પુર જેવી સ્થિતિ થઈ ગઈ છે. ખાડી ઓવર ફ્લો થતાં ખાડીની આસપાસ આવેલા નેહરૂનગર, જવાહર નગર, સલીમ નગર સહિતની ઝુંપડપટ્ટીના 80 જેટલા ઝુંપડાને અસર થઈ છે. જોકે, હજી સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી. અસરગ્રસ્તોને 250 જેટલા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. મ્યુનિ. તંત્રએ ડિવોટરીંગની કામગીરી શરૂ કરી છે પરંતુ વરસાદનું જોર વધુ હોવાથી ડિવોટરીંગ પમ્પની કામગીરી અસરકારક બનતી નથી.

શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ખાડીઓની સપાટી સતત વધતી રહી હોવાથી મ્યુનિ. તંત્ર સતત નજર રાખી રહી છે. આ ઉપરાંત લિંબાયત વિસ્તારની કેટલીક સ્કુલમાં રાહત છાવણી શરૂ કરવા માટેની પણ તૈયારી કરી લીધી છે.સવાર સુધીમાં કોઈ સ્થળાંતર કરવામા આવ્યું નથી પરંતુ ખાડીની સપાટીમાં સતત વધારો થતો હોવાથી સાંજ સુધીમાં સ્થળાંતર થાય તેવી શક્યતા વધી રહી છે.

ખાડીનું નામ
ભયજનક સપાટી(મીટર)
હાલની સપાટી(મીટર)
કાંકરા ખાડી 6.50 6.60
ભેદવાદ ખાડી 6.75 7.00
મીઠી ખાડી 7.50 8.90
ભાઠેના ખાડી 7.70 7.00
સીમાડા ખાડી 5.50 5.50
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top