gujarati news

સુરત: કોવિડ આઈસોલેશન સેન્ટરમાં પહેલી લાઈબ્રેરી શરૂ

સુરતના અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલી અટલ કોવિડ સંવેદના સેન્ટરમાં દર્દીના માનસિક તણાવ દુર કરવા માટે લાઈબ્રેરી શરૂ કરવામા આવી છે. દેશભરના આઈસોલેસન સેન્ટરમાં આ પહેલી લાઈબ્રેરી શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુરતમાં અટલ સંવેદના કોવિડ હોસ્પીટલ મજુરા મિત્ર મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જગ્યાએ કોરોના પોઝીટીવના દર્દીઓની સારવાર સાથે તેઓનું માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવીરહ્યાં છે. કોવિડ સેન્ટરમાં દર્દીના બર્થડે સેલીબ્રેશન, રક્ષા બંધન સાથે સાથે મેન્ટલી હેલ્થ માટે પણ પ્રયાસ થઈ રહ્યાં છે.

કોવિડ હોસ્પીટલમાં સારવાર લેતાં દર્દીઓનો માનસિક તણાવ ઓછો થાય અને તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક  બને તે માટે કોવિડ સેન્ટરમાં પુર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના ટ્રસ્ટની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. કોવિડ કેર દ્વારા એવો દાવો કરવામા આવ્યો છે કે, દેશભરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી આ પહેલું એવુ સેન્ટર છે જ્યાં દર્દીઓ માટે લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.

અટલ કોવિડ કેર સેન્ટરમાં હકારાત્મક અભિગમ અપનાવવામા આવી રહ્યો છે તેના કારણે દર્દીઓ વહેલા સ્વસ્થ થઈ રહ્યા છે. ગઈકાલે એક સાથે 32 દર્દીને સારવાર બાદ ઘરે ગયા હતા. જેમાં સાત વર્ષની મુસ્કાનથી માંડીને 70 વર્ષના હંસાબાનો સમાવેશ થાય છે

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top