gujarati news

સુરત કોરોનાના ટેસ્ટ વધારવા મ્યુનિ.ની સ્કુલોમાં પણ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ

સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાના દર્દીને ઝડપથી શોધી કાઢવા માટે હવે મ્યુનિ.ના આરોગ્ય સેન્દ્ર સાથે સાથે કોમ્યુનીટી હોલ અને મ્યુનિ.ની સ્કુલમાં પણ એન્ટીજન ટેસ્ટ માટેના સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના દર્દીને ઝડપથી શોધીને તાત્કાલિક સારવાર કરીને સંક્રમણ વધુ ફેલાતું રોકવા માટે  મ્યુનિ. તંત્રએ હવે આક્રમક કામગીરી શરૂ કરી છે.

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયાં બાદ રાજ્ય સરકારના અધિકારીઓએ અમદાવાદ પેર્ટનમાં સુરતમાં કામગીરી શરૂ કરી છે. જેનું થોડું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.

છેલ્લા વીસ દિવસથી મ્યુનિ. તંત્રએ આક્રમક રીતે ટેસ્ટીંગ શરૂ કરીને કોરોનાના દર્દીને ઝડપથી શોધવાની કામગીરી શરૂ કરી છે. હાલમાં મ્યુનિ.ના 100થી વધુ ધન્વતરી રથમાં મ્યુનિ.ના આઠ સી.એચ.સી. અને યુએચ.સીમાં કોરોના ટેસ્ટ કરવામા ંઆવતા હતા.

જોકે, સુરત મહાનગરપાલિકાએ ખાંસી, શરદી અને તાવ વાળા લોકોને હેલ્થ સેન્ટર સુધી જવું ન પડે તે માટે ધન્વતરી રથમાં જ એન્ટીજન ટેસ્ટ શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત હવે લોકોને વધુ ઝડપી અને નજીક સુવિધા મળે તે માટે એન્ટીજન ટેસ્ટ અને કોરના ટેસ્ટની કામગીરી વધુ સમઘ બનાવી દીધી છે. મ્યુનિ. તંત્રએ વેસુ અને સીટી લાઈટ વિસ્તારમાં મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં પણ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરી દીધું છે.

આ ઉપરાંત વરાછા વલ્લાભાચાર્ય કોમ્યુટની હોલ સાથ જુદા જુદા વિસ્તારના સી.એચ.સી. અને યુ.એચ.સી. મળી કુલ વધુ 12 સ્થળોએ કોરોના ટેસ્ટીંગ સાથે એન્ટીજન ટેસ્ટીંગની સુવિધા ઉભી કરી છે.

સુરત મહાનગરપાલિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હતી. કેટલાક કિસ્સામાં લોકોને શરદી ખાંસી અને તાવના લક્ષણ હોવા છતાં તોએ ટેસ્ટીંગ માટે નિકળતાં ન હોવાના કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા હતા.

લોકોને ઘરની નજીક જ ટેસ્ટ થાય અને સારવાર પણ મળી રહે તે માટે સ્કુલ અને કોમ્યુનિટી હોલ સહિત મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જો જરૂર પડે તો અન્ય જગ્યામાં પણ ટસ્ટીંગ મ્યુનિ. તંત્ર શરૂ કરી શકે છે.

બન્ને સ્ટોર્સના સંચાલકોએ 40 હજાર રૂપિયાનો દંડ ભરવા સાથે કાયદા પાલનની બાંહેધરી આપી

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતાં ડી માર્ટ અને ધીરજ સન્સ મ્યુનિ. તંત્રએ બંધ કરાવી દીધા હતા. આજે બન્ને સ્ટોર્સના માલિકોએ દંડની રકમ ભરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે લેખિત બાંહેદરી આપી સ્ટોર્સ ખોલવા માટે મ્યુનિ. તંત્રને વિનંતી કરી છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં કોઝવે રોડ સિંગણપોરમાં ડી માર્ટ નામનો સ્ટોર્સ આવ્યો છે.

જ્યારે કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર નજીક ધીરજ સન્સ નામનો  સ્ટોર્સ આવ્યો છે. આ બન્ને સ્ટોર્સમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરીને લોકોના ટોળા જોવા મળ્યા હતા.

સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ન હોવાથી કોરોના સંક્રમણ ફેલાવની શક્યતા હોય મ્યુનિ. તંત્રએ આ બન્ને સ્ટોર્સને સીલ કરી દીધા હતા. મ્યુનિ. તંત્રએ સ્ટોર્સ સીલ કરી દેતાં સંચાલકોએ મ્યુનિ. કચેરીમાં પહોંચી ગયાં હતા. જ્યાં ડી માર્ટ સંચાલકોએ 15 હજાર અને ધીરજ સન્સના સંચાલકોએ પંદર હજાર રૂપિયાનો દંડ ભરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે કોવિડની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની બાહેધરી આપીને સ્ટોર્સ ખોલવા માટે વિનંતી કરી છે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top