gujarati news

શ્રેય હોસ્પિટલમાં CMની કમિટીની તપાસ ચાલુ, પોલીસની ક્લિનચીટની તૈયારી

કોરોનાના આઠ દર્દીઓનો આગમાં ભોગ લેનારી નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના બનાવ અંગે મુખ્યમંત્રીએ રચેલી કમિટીએ હજી તપાસ શરૂ કરી છે ત્યાં પોલીસે અને ફાયરબ્રિગેડે હોસ્પિટલને ક્લિનચીટ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડે હોસ્પિટલમાં ફાયરના પુરતા સાધનો હોવાનો રિપોર્ટ આપ્યો છે કહીને પોલીસે આડકતરી રીતે ક્લિનચીટ આપી દીધી હતી.

હોસ્પિટલની એનઓસી એપ્રિલ 2020માં પુરી થઈ ગઈ હતી પણ લોકડાઉનને કારણે હોસ્પિટલ અરજી કરી શકી ન હોવાનું પોલીસનું કહેવું છે. આમ પોલીસ તમામ પ્રકારે હોસ્પિટલના સંચાલકોની બેદરકારી પર ઢાંકપીછોડો કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આશ્ચર્યની વાત તો એછે કે આટલી ગંભીર ઘટના બની છતાં હજી એફઆઇઆર દાખલ થઇ નથી.

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આગની ગંભીર દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ બનાવની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા છે. જેમાં કમિટીએ હોસ્પિટલની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવીને તપાસ ચાલુ કરી હતી. બીજીતરફ પોલીસનું કહેવું છે કે ફાયરબ્રિગેડ તરથી તેમને મળેલા રિપોર્ટમાં હોસ્પિટલમાં ફાયરના પુરતા પ્રમાણમાં સાધનો હતા.

તે સિવાય હોસ્પિટલની  એનઓસી એપ્રિલ 2020માં પુરી થઈ ગઈ હતી. આથી હોસ્પિટલના સંચાલકોએ એનઓસી રીન્યુ કરાવવાની તૈયારી શરૂ કરી હતી. લોકડાઉનને કારણે તેઓ અરજી કરી શક્યા ન હોવાનું પોલીસનું કહેવું છે. તેમછતા પોલીસનું કહેવું છે કે હજીસુધી હોસ્પિટલના સંચાલકોની કોઈ બેદરકારી સામે આવી નથી.

હાલમાં પોલીસે હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે જાણવા માટે સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે. ઉપરાંત હોસ્પિટલના 8 જણાના નિવેદન લીધા છે અને બનાવને નજરે જોનારાઓ સહિતના લોકોના નિવેદનો લેવાની પ્રકિયા ચાલી રહી છે. શ્રેય હોસ્પિટલમાં કુલ 21 એક્સ્ટીંગ્યિશર હતા. જેમાં ત્રણ એક્સ્ટીંગ્યિશર જ્યાં આગ લાગી તે આઈસીયુ વોર્ડમાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલના આઈસીયું વોર્ડમાં આગ લાગતા કોરોનાના 8 દર્દી બળીને ભડથુ થઈ ગયા હતા.નવરંગપુરા પોલીસે આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત વિજયદાસ મહંતની પુછપરછ કરી હતી. જ્યારે અન્ય ત્રણ ટ્રસ્ટીઓની પુછપરછ બાકી છે.પોલીસે એફએસએલ અને ફાયરના તમામ રિપોર્ટ આવ્યા બાદ આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી કરાશે, એમ કહ્યું હતું.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top