gujarati news

લાંચ લેવામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટર સરખાઃ ચાલુ ટર્મમાં 6 પકડાયા

કોરોનાના કહેર વચ્ચે એક કોર્પોરેટર લાંચ લેવામાં સંડોવાયા છે. જોકે, ગેરકાયદે બાંધકામમાં લાંચ લેવામાં કોંગ્રેસ ભાજપ બન્ને સરખાં છે. ચાલુ ટર્મમાં સુરતમાં ભાજપ કોંગ્રેસના ૬ કોર્પોરેટર સામે લાંચ અંગેના ગુના દાખલ થઇ ચુકયા છે. ભાજપ કોંગ્રેસના તોડબાજ કોર્પોરેટરો માટે ગેરકાયદે બાંધકામ મુખ્ય ટાર્ગેટ છે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ અને તેમના એક સાગરિત  સામે રૃા.૧૫ હજારની લાંચ અંગે નોધાયો છે. કોર્પોરેટર પકડાયા નથી પણ સાગરીત રંગેહાથ પકડાયો છે. સુરતમાં કોર્પોરેટરોની ચાલુ ટર્મમાં આ પહેલા ભાજપના બે અને કોંગ્રેસના બે કોર્પોરેટરો સામે લાંચ અંગે ગુના નોંધાઇ ચુકયા છે.

લિંબાયત ઝોન વિસ્તારમાં ભાજપના મીના રાઠોડ અને તેના પતિએ ગેરકાયદે બાંધકામ બદલ રૃા.૫ લાખની લાંચ માગી હતી. કતારગામ ઝોનમાં ભાજપના જ જેન્તી ભંડેરી એક દવાખાનાના ગેરકાયદે બાંધકામ મુદ્દે ફરિયાદ નહી કરવા રૃા.૫૦ પચાર હજારની લાંચ લેતા પકડાયા હતા. કોગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ અને તેમના પતિ પલકેશ પટેલ લાંચ કેસમાં પોલીસના હાથે ઝડપાયા હતા.

સેન્ટ્રલ ઝોનમાં ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ અને પિતાએ ગેરકાયદે બાંધકામ માટે લાંચ માગી હતી તેઓ પણ રંગે હાથ ઝડપાયા હતા તો ઉધના ઝોનના લીલા સોનવણેના પુત્રએ કોર્પોરેટરની ઓફિસમાં જ લાંચ લેતાં ઝડપાયા હતા. આમ સુરતમાં લાંચ લેવામાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષ સરખા જ છે.

ભાજપના મીના રાઠોડ અને જેન્તી ભંડેરી લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમને ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ નેન્સી સુમરાના પિતા અને ભાઈએ કોર્પોરેટરના ફોન પરથી જ લાંચની માગણી કરી હોવા છતાં તેઓ સીધા સંડોવાયા ન હોવાથી તેમને સસ્પેન્ડ નહોતા કરાયા તેવું કારણ અપાયું હતું. કોંગ્રેસે લાંચ કેસમાં પકડાયેલા કપિલા પટેલ તથા તેમેના પતિને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સુરત મુલાકાત બાદ આ કોર્પેરટર અને પતિનું સસ્પેન્શન કોંગ્રેસે પરત ખેંચી લીધું હતું.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top