gujarati news

રશિયાની કોરોના વેક્સિન મામલે ફાઉચીએ વ્યક્ત કર્યો આ ભય

રશિયાએ મંગળવારે કોરોના વાયરસની સફળ વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો હતો. જો કે ત્યાર બાદ રશિયા સામે સવાલોનો મારો ચાલ્યો છે. અમેરિકાના સંક્રામક રોગોના પ્રમુખ નિષ્ણાંત એન્થની ફાઉચીએ રશિયાની વેક્સિન નિર્માણ જાહેરાત મામલે પોતાને તે વેક્સિન કોરોના વાયરસ સામે કામ કરશે કે નહીં તેવી શંકા છે તેમ કહ્યું હતું. એક સામૂહિક ચર્ચા દરમિયાન ફાઉચીએ કહ્યું કે, ‘વેક્સિન બનાવવી અને તે વેક્સિનને સુરક્ષિત, પ્રભાવી સાબિત કરવી બે અલગ વાત છે.’

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ-19 વેક્સિનની રેગ્યુલેટરી મંજૂરી મળી હોય તેવો રશિયા વિશ્વનો પ્રથમ દેશ છે તેવી જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ફાઉચીનું આ નિવેદન સામે આવ્યું છે. પુતિને આ વેક્સિન ક્લિનીકલ ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ હોવાની અને શરીરમાં કોરોના વાયરસ વિરૂદ્ધ ઈમ્યુનિટી બનાવવામાં સફળ રહી હોવાનું જણાવ્યું હતું.

રશિયાની આ વેક્સિને પોતાની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ નથી કરી માટે તેના પ્રભાવીપણાને લઈ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ શંકા વ્યક્ત કરેલી છે. ફાઉચીએ જણાવ્યું કે તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો જેનાથી પુતિનની અસરકારક રસી બનાવવાની જાહેરાત પર વિશ્વાસ કરી શકાય. ફાઉચીએ કહ્યું કે, ‘મને આશા છે કે રશિયાના લોકોએ નિશ્ચિતપણે વેક્સિન સુરક્ષિત અને અસરકારક હોવાનું સાબિત કર્યું હશે. જો કે મને શંકા છે કે તેમણે આવું કર્યું હશે.’

વધુમાં ફાઉચીએ કહ્યું કે, અમેરિકનોએ આ સમજવું જોઈએ કે વેક્સિનની મંજૂરી પ્રાપ્ત કરવા તેનું સુરક્ષિત અને અસરકારક સાબિત થવું જરૂરી છે. મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કોવિડ-19ની એક સુરક્ષિત વેક્સિન મળી જશે. જો કે તેમણે એક સુરક્ષિત અને અસરકારક વેક્સિનની ગેરન્ટી કદી ન આપી શકાય તે મુદ્દે જોર આપ્યું હતું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રશિયાના વેક્સિન બનાવી લીધાના દાવા મામલે મંગળવારે કહ્યું કે, તે રશિયાની કોવિડ-19 વેક્સિન બનાવવાની પ્રક્રિયાનું મોનિટરીંગ કરી રહ્યું હતું. વાયરસનો સામનો કરવા માટે સુરક્ષા મામલે કોઈ જાતની સમજૂતી ન થવી જોઈએ.

ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના પૂર્વ કમિશનર સ્કોટ ગોટલીબે પણ ફાઉચીની શંકાને સમર્થન આપ્યું હતું અને રશિયા મહામારી મામલે અનેક બોગસ અભિયાન ચલાવે છે તેમ કહ્યું હતું. ગોટલીબે કહ્યું કે, ‘તેમણે પહેલા તબક્કાના ડેટાના આધારે જ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ બધું માત્ર અમેરિકા પર એક દબાણ બનાવવા જ કરવામાં આવ્યું છે.’

આ તરફ રશિયા આ મહીને જ પોતાના ચિકિત્સા કર્મીઓને કોવિડ-19 વેક્સિન આપવાની યોજના બનાવી રહ્યું છે. ત્યાર બાદ ઓક્ટોબર મહીનામાં તેને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top