gujarati news

રત્નકલાકારને કાગળની થપ્પી પકડાવી રુપિયા1 લાખ સેરવી લેવાયા

સુરત કડોદરા રોડ ભક્તિધામ મંદિર પાસે પંજાબ નેશનલ બેન્કમાં બચત ખાતામાં રૃ.1 લાખ ભરવા ગયેલા રત્નકલાકારને બેંકમાં ભેટી ગયેલા બે ગઠિયા કાગળની થપ્પી પકડાવી તેના રૃા.1 લાખ લઇને રફુચક્કર થઇ ગયા હતા.

લિંબાયત ગોડાદરા ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતો 22 વર્ષનો રત્નકલાકાર હરેશ ભુપતભાઈ કાછડ ગુરુવારે સવારે કદોડરા રોડ પુણા ભક્તિધામ મંદિર પાસે આવેલ પંજાબ નેશનલ બેન્કમાં બચત ખાતામાં રૃ.1 લાખ જમા કરવા ગયો હતો. ત્યારે 30-35 વર્ષના વાદળી ટીશર્ટ પહેરેલા અજાણ્યાએ વાતચિતનો પ્રયાસ શરૃ કર્યો ત્યાં પીળું ટીશર્ટ પહેરલો બીજો 30-35 વર્ષનો અજાણ્યો આવ્યો હતો. અને શેઠે પગાર આપ્યો નથી તેથી રૃા.2.50 લાખ ચોરીને લાવ્યો છું. પૈસા ગામ મોકલવાના છે સેટીંગ કરી આપો કહેતા પહેલા ક્રમના અજાણ્યાએ સેટીંગ કરી આપીશું તો આપણને રૃા.25-25 હજાર મળશે કહેતા હરેશને લાલચ જાગી હતી.

તેથી બંને અજાણ્યા તેને પગપાળા હોન્ડા શો-રૃમ પાસે લઇ ગયા અને વાતોમાં ભોળવી બંનેએ રૃા.50-50 હજાર લીધા હતા. બાદમાં પીળા ટીશર્ટવાળાએ રૃમાલમાં રૃા.2.50 લાખ છે કહી આપ્યા હતા. બાદમાં બંનેએ ગોળગોળ વાતો કરીને હું આને કડોદરા મુકી આવું કહીને બંનેએ હરેશને બેંકમાં પૈસા ભરવા મોકલી આપ્યો હતો. હરેશે બેંક પાસે રૃમાલ ખોલતા અંદર કાગળના પુંઠા નીકળતા છેતરપિંડી થયાનું જાણ્યા બાદ ગતરોજ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top