gujarati news

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના 10 રાજ્યો કોરોના હરાવે તો આખો દેશ જીતી જાય : મોદી

દેશમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, આ સિૃથતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના કુલ કેસોમાં 80 ટકા કેસ માત્ર 10 રાજ્યોમાં છે. આવી સિૃથતિમાં જો આ 10 રાજ્યોમાં કોરોનાને હરાવવામાં આવે તો પુરા દેશની પણ કોરોના સામે જીત થશે.

આ સાથે જ મોદીએ એવી પણ સલાહ આપી છે કે જે પણ લોકોને કોરોના વાઇરસનો ચેપ  લાગ્યો હોય અને તેના સંપર્કમાં જે વ્યક્તિ આવી હોય તેનો 72 કલાકમાં જ કોરોના ટેસ્ટ થઇ જવો જોઇએ.

મોદીએ કોરોના વાઇરસની સામે લડવા માટે ટેસ્ટની ગતીને વધારવાની સલાહ પણ રાજ્યોને આપી છે. મુખ્ય પ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરતી વેળાએ મોદીએ કહ્યું હતું કે આપણે નવા મંત્રને અનુસરવાની જરૂર છે.

જે પણ લોકો કોરોના વાઇરસ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેમને 72 કલાકમાં જ ટ્રેસ કરીને તેમનો કોરોના ટેસ્ટ થવો જોઇએ. જે રીતે આપણે હાથ ધોઇએ છીએ, માસ્ક પહેરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ છીએ  તેવી જ રીતે આ પ્રક્રિયાને પણ અનુસરવી પડશે.

મોદીએ સાથે દેશમાં કોરોનાના કુલ કેસો અંગે જણાવતા કહ્યું હતું કે દેશમાં 10 રાજ્યો એવા છે કે જ્યાં દેશના કુલ કેસોના 80 ટકા કેસો છે. તેથી કોરોના સામેની લડાઇમાં આ 10 રાજ્યોની ભૂમિકા અતી મહત્વની બની જાય છે.

મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછા છે પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધુ છે તેવા રાજ્યોએ ટેસ્ટિંગની ગતી વધારવી પડશે. ખાસ કરીને મહારાષ્ટ્ર,  બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કર્ણાટકા અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની સલાહ મોદીએ આપી હતી.

ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ટેસ્ટની ગતી વધારવાની સલાહ મોદીએ આ રાજ્યોને આપી હતી. બીજી તરફ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 હજાર કેસ સામે આવ્યા છે, જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 2322467ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 24 કલાકમાં જ વધુ 922 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક પણ વધીને 46124 થયો છે.

સરકારનો દાવો છે કે દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે પણ સામેપક્ષે સાજા થઇ રહ્યા છે તેમની સંખ્યા પણ એક્ટિવ કેસો કરતા વધુ છે, જેમ કે અત્યાર સુધીમાં 1628815 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. માત્ર 24 કલાકમાં જ 54 હજારથી વધુ લોકો સાજા થઇ ગયા હતા. સરકારના જણાવ્યા અનુસાર રિકવરી રેટ 70 ટકા પર આવી ગયો છે જ્યારે મૃત્યુદર ઘટીને 2 ટકા થઇ ગયો છે જે એક સમયે ત્રણ ટકા ઉપર હતો.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top