gujarati news

બબીતાજી સાથે ‘વેલેન્ટાઈન ડે’ના રોજ થયો’તો કાંડ: બોયફ્રેન્ડે ગાળો ભાંડી-હાથાપાઈ કરી, પછી…

લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કંઈક અલગ જ રીતે લોકોના મનમાં વસી છે. સતત 12 વર્ષથી આ શોએ લોકોનું મનોરંજન પુરુ પાડ્યું છે. એમાં જેઠાલાલ અને બબીતાની આસપાસ ફરતા રહે છે. બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં ખૂબ જ પ્રાઈવેટ રીતે રહેવાનું પસંદ કરે છે. જો કે, મુનમુન દત્તાનો ઉલ્લેખ કરતી વખતે અભિનેતા અરમાન કોહલીનું નામ પણ સાથે લેવામાં આવે છે. એવા રિપોર્ટ હતા મુનમુન અરમાન સાથે રિલેશનમાં હતી. તેમજ બંન્ને વચ્ચે એકવખત હાથાપાઈ પણ થઈ હતી.

મળતી માહિતીનું માનવામાં આવે તો અરમાને કથિત રીતે મુનમુન દત્તા સાથે જાહેરમાં ખરાબ વર્તન કર્યું હતું. અભિનેતાના આ કાંડ પર મુનમુને મૌન જ રાખ્યું હતું અને એ કોઈને કહેવા નહોતી માંગતી. પરંતુ છતાં વાત બહાર આવી ગઈ હતી. આ કાંડ પાછળ એક બીજી અભિનેત્રી હતી. અહેવાલો અનુસાર મુનમુન દત્તાએ 2008 માં અરમાન કોહલી સાથે સંબંધ બાંધ્યો હતો. જો કે, તેણે તેના અને અરમાનના સંબંધોને જાહેરમાં ક્યારેય સ્વીકાર્યા નથી.

 

જો કે, પછીથી બંને અલગ થઈ ગયા. અહેવાલો અનુસાર અરમાને જાહેર સ્થળે મુનમુન દત્તા પર મૌખિક અને શારીરિક શોષણ કર્યું હતું. તે સમયે મુનમુન અને અરમાન વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. કહેવામાં આવે છે કે ત્યારે અરમાન અને મુનમુન વચ્ચે આ ડખો થઈ ગયો હતો.

વાત એટલી હદે વધી ગઈ હતી કે મુનમુન દત્તા સાથે અરમાને ગાળોથી વાત કરી અને હાથાપાઈ કરી હતી. ડોલી બિન્દ્રાએ આ કહાની વિશે વાત કરી હતી. અભિનેત્રી ડોલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અરમાન મુનમુન સાથે ખુબ ખરાબ વર્તન કર્યું હતું, જો કે મુનમુને આ વાત કોઈને કરી નથી. આ ઘટના પછી મુનમુન અને અરમાન અલગ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અરમાન કોહલી બિગ બોસ શોનો ભાગ રહી ચૂક્યો છે. તો વળી ડોલી બિન્દ્રા પણ બિગ બોસમાં જોવા મળી હતી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top