gujarati news

ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેર પર પહેલીવાર ફરકાવવામાં આવશે તિરંગો, રચાશે ઈતિહાસ

અમેરિકાના એક પ્રમુખ સમૂહ આગામી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર હશે કે, ન્યૂયોર્ક સિટીમાં આ વિશેષ સ્થળે તિરંગો લહેરાવવામાં આવશે. આ જાહેરાત ત્રણ રાજ્યો ન્યૂયોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટની ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ) દ્વારા કરવામાં આવી છે.

એફઆઈએએ એક નિવેદનમાં કહ્યું છે કે 15 ઓગસ્ટ, 2020 ના રોજ પ્રથમ વખત ટાઇમ્સ સ્ક્વેર પર તિરંગો લહેરાવીનો ઇતિહાસ રચવામાં આવશે. તદનુસાર, ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ રણધીર જયસ્વાલ ધ્વજવંદન સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

એફઆઈએએ જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ પર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર કેસરી, સફેદ અને લીલી લાઇટ્સ સાથે ટાઇમ્સ સ્ક્વેર પર તિરંગો લહેરાવવામાં આવશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટના રોજ યોજાશે.

એફઆઈએ દર વર્ષે ભારતના સ્વતંત્રતા દિવસ પર ઇન્ડિયા ડે પરેડ નેકાલેછે, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે શક્ય નહીં બને. કોરોના કેસમાં અમેરિકા સૌથી વધુ છે. અત્યાર સુધી અહીં કોરોનાનાં 52,51,446 કેસ નોંધાયા છે. આમાંથી 166,192 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top