gujarati news

દ્વારકામાં નંદલાલાના જન્મને વરસાદે વધાવ્યો, ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું મંદિર

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મને લઈને કૃષ્ણ મંદિરોમાં ભક્તો વગર રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે વરસાદે પણ નંદલાલાને પ્રાગટ્યને વધાવ્યું હતું. દ્વારકામાં કૃષ્ણજન્મ સમયે વરસાદ પડ્યો હતો. જાણે વરસાદ પણ ભગવાન શ્રીકૃષ્ણને આવકારવા માટે આતૂર બન્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણનો 5,247મો જન્મદિવસ છે. જેની ઉજવણીમાં સમગ્ર દેશ હિલોળે ચડ્યો છે. મથુરા, દ્વારકા, ડાકોર, શામળાજી સહિત અનેક સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે દ્વારકામાં જગતમંદિરમાં કૃષ્મ જન્મોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી શરૂ થઈ ગઈ હતી. 12 વાગ્યાના ટકોરે જગતમંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યાં છે. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી છે.

ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનને મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી. હાલ ભગવાન કૃષ્ણની આરતી ચાલી રહી છે. સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠ્યું છે.

ઉલ્લેખનીય છેકે સમગ્ર વિશ્વમાં હાલ કોરોના સંકટ મંડરાયેલું છે ત્યારે પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, નંદ નંદનના વધામણા ભક્તો વગર જ કરવામાં આવ્યા હતા. આ એક ઐતિહાસિક ઘટના ઘણી શકાય.

કારણ કે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભક્તો વગર મંદિરોમાં કૃષ્ણજન્મની ઉજવણી થઈ હતી. મોટા ભાગના મંદિરોએ ભક્તોને ઘરે બેઠાં જ લાઇવ આરતી અને જન્મોત્સવના દર્શન કરવાની અપીલ કરી છે. તો ભક્તોનો જન્મોત્સવનો પુરો લાભ ઘરે બેઠાં મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top