gujarati news

જાણો આ મહિને ભારતમાં આવી શકે છે રશિયાની કોરોના વેક્સીન

રશિયાએ મંગળવારે કોરોના વાઈરસની સફળ વેક્સીન બનાવી લીધાની જાહેરાત કરી હતી. વેક્સીનના રિસર્ચનું ફંડિગ કરનારા સમૂહોના પ્રમુખ કિરિલ દમિત્રીલ કહ્યુ છે કે રશિયા ભારત અને બીજા દેશોને નવેમ્બરમાં વેક્સીન સપ્લાય કરશે. તેમાં ભારત સિવાય 20 અન્ય દેશોનો સમાવેશ થાય છે.

રશિયામાં ઓક્ટોબરમાં મોટા પ્રમાણમાં લોકોને વેક્સીન આપવાની તૈયારી ચાલી રહી છે. જોકો આ રશિયન વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ હજુ પૂરો થયો નથી. એટલે વૈજ્ઞાનિકો તેને હજુ સફળ માની રહ્યા નથી. ફેઝ-3 ના રિઝલ્ટ આવ્યા પછી જ વેક્સીનની પુરી જાણકારી સામે આવશે.

સીએનએનના એક રિપોર્ટ અનુસાર રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખે આ વેક્સીનને સંપૂર્ણ સુરક્ષિત ગણાવી છે. આ બાબતને કરવા માટે તેઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરશે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top