gujarati news

ખુશખબર, દેશભરમાં કોરોના રિકવરી રેટ 70%, જ્યારે દિલ્હીમાં તો 90% થયો

દેશવાસીઓ માટે સારા સમાચાર છે  કે સમગ્ર દેશમાં રિકવરી રેટ 70% કોરોના દર્દીઓ સાજા થઇ રહ્યા છે, સરકાર તેને ઝડપથી ટેસ્ટની સંખ્યા વધારી, તે ઉપરાંત એમ્બ્યુલન્સ સર્વિસ, દર્દીઓની સારવાર, ઉત્તમ મેડિકલ સેવા સહિતનાં પગલાને કોવિડ-19 રોગચાળા સામે લડવાનું મજબુત કારણ ગણાવી રહી છે.

આ જ કારણે દેશમાં અત્યાર સુધીમાં આવેલા કુલ કેસોમાંથી 69.33% લોકો સાજા થઇ ચુક્યા છે, દિલ્હીમાં તો રિકવરી રેટ 90 ટકા સુંધી પહોંચી ગયો છે, એટલે કે રાષ્ટ્રિય રાજધાનીમાં કોવિડ-19 રોગચાળાની ઝપેટમાં આવેલા 100 દર્દીઓમાંથી 90 વ્યક્તિ સાજા થઇ ચુક્યા છે.

કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ સંયુક્ત પ્રયાસોથી દેશમાં કોરોના દર્દીઓનું મૃત્યુદર ઓછો થયો છે, આંકડા બતાવે છે કે માત્ર 2 ટકા લોકોનાં જ મોત થયા છે, તે સારી બાબત છે અને ધિરે-ધિરે આ દર પણ ઘટી રહ્યો છે.

અત્યાર સુધીમાં 44,386 કોરોના દર્દીઓ દેશભરમાં સાજા થઇ ચુક્યા છે, રવિવારે પહેલી વખત મોતનો આંકડો 1000ને પાર થઇ ગયો હતો.

એક સારા સમાચાર એ પણ છે  કે કોવિડ-19 નાં સૌથી વધું  કેસ ધરાવતા દેશનાં 10 રાજ્યોથી અન્ય રાજ્યોમાં ફેલાયો નથી, આ 10 રાજ્યોમાં કોરોનાનાં 80 ટકા કેસ આવ્યા છે, તેનો મતલબ એ થયો  કે દેશનાં મોટાભાગ પર હવે કોરોનાનો મયાવહ પ્રભાવ નથી.

રિકવરી રેટ વધવાનું કારણ એક્ટીવ કેસ એટલે કે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, હાલ ઇલાજની તુલનામાં સાજા થઇ ચુકેલા દર્દીઓની સંખ્યા 9 લાખથી વધું છે.

દેશમાં અત્યાર સુધી કુલ કોરોનાનાં કેસમાંથી માત્ર 28.66% દર્દીઓનો જ ઇલાજ ચાલી રહ્યો છે, સરકારનાં જણાવ્યા પ્રમાણે 6 લાખ, 34 હજાર, 945 કોરોના દર્દીઓનો દેશભરમાં ઇલાજ ચાલી રહ્યો છે.

દેશમાં 9 ઓગસ્ટ સુધી 2 કરોડ, 45 લાખ, 83 હજાર,558 સેમ્પલોનો ટેસ્ટ થઇ ચુક્યો છે, માત્ર 9 ઓગસ્ટનાં દિવસે જ 4 લાખ, 77 હજાર, 23 સેમ્પલોનો ટેસ્ટ થયો  હતો.

ટેસ્ટ માટે લેબ્સની સંખ્યામાં પણ સતત વૃધ્ધી થઇ રહી છે, 9 ઓગસ્ટ સુધી દેશમાં 1,406 લેબ્સમાં કોરોનાનો ટેસ્ટ થઇ રહ્યો છે, દેશમાં 23 જાન્યુઆરીનાં દિવસે માત્ર 1 લેબ્સમાં જ તપાસ થતી હતી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top