gujarati news

કોરોના કેસ-મોતના આંકડા ઘટતા વતન સૌરાષ્ટ્રથી સુરત વાપસી શરૃ

કોરોના સંક્રમણને કારણે કરીને વતન ગયેલાં સૌરાષ્ટ્રવાસીઓ હવે સંક્રમણ ઓછું થતાંપરત આવી રહ્યાં છે. જોકેઆ સંખ્યા ખૂબ ઓછી છે. ગોકુળ આઠમ પછી વતનથી આવનારાઓની સંખ્યા વધી જશે. સુરત આવતાં સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે રૃા.200 વધુ ખર્ચી રહ્યાં છે. લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ ન હોવાથી હાઇવે નજીક ઉતારવામાં આવે છે.

સૌરાષ્ટ્રવાસીઓ હીરા ઉપરાંત ટેક્સટાઇલ ઉદ્યોગના એમ્બ્રોઇડરીના કામકાજ સાથે પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે. કાપડ બજાર શરૃ થયું છે અને વરાછામાં કેસો ખૂબ ઘટી ગયા હોવાથી સૌને પરત ફરવું છે. બંધ ખોલીઓમાં સામાન મુકીને ગયેલા લોકો પરત ફરવા તૈયાર  છે. અને ધીરે ધીરે પરત સુરત આવવાનું શરૃ કરી દીધું છે. અને તે માટે રૃટીન ભાડા કરતા રૃા.200 વધુ ખર્ચી રહ્યા છે એમ હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. પણસરસામાન સાથે હિજરત કરી ગયેલાની પરત થવાની ટકાવારી ઓછી છે.

ગુજરાત સરકારે સુરતથી ઉપડતી અને સુરત આવતી એસી અને લક્ઝરી બસો ઉપર તા. 12 ઓગષ્ટ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં પ્રાઇવેટ લક્ઝરી બસ ઓપરેટરોએ આનો ઉકેલ શોધી કાઢયો છે અને તેઓ સુરતની સરહદે કામરેજ ચાર રસ્તાકામરેજ અને કડોદરા વચ્ચેના કેનાલ રોડ પાસે તથા હાઇ-વે તાપી બ્રિજ નજીકની હોટલો પાસે પ્રવાસીઓને ઉતારી છે ત્યાં તેઓ સિટીમાં પ્રવેશે છે. જોકેહાલમાં ઘણી ઓછી લકઝરી બસો દોડી રહી છે. 12  ઓગસ્ટ બાદ બસ ઉપર પ્રતિબંધ લંબાશે તો સુરત પરત ફરવા ઇચ્છતા લોકોએ વધુ સમય વતન સૌરાષ્ટ્રમાં રોકાવું પડશે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top